કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ઝારખંડના પ્રવાસે જશે.
૨૩ દિવસના સમયગાળા બીજી વાર ઝારખંડની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ અહીં વિજય સંકલ્પ મહારેલી સંબોધશે. દેવગઢની મુલાકાત દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અનેક જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
બાબા બૈદ્યનાથ મંદિરમાં દર્શન અને પૂજન કરશે. ઉપરાંત તેઓ ઈફ્કો નેનો યુરિયા પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરશે અને રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠના શતાબ્દી સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.