અમેરિકાએ યુક્રેનને નવું સુરક્ષા પેકેજ આપવાની જાહેરાત કરી છે.
અમેરિકાના ૨.૨ અબજ ડૉલરના આ સુરક્ષા સહાયતા પેકેજને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. અમેરિકાના રક્ષા વિભાગે જાહેર કરેલા નિવેદન મુજબ, આ સુરક્ષા પેકેજમાં જેવલિન એન્ટિ ટેન્ક મિસાઈલ પણ સામેલ છે. જ્યારે ફ્રાન્સ અને ઈટલી પણ યુક્રેનને નવા અને અદ્યતન મિસાઈલ સિસ્ટમ આપશે.