કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ઝારખંડના પ્રવાસે છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે બાબા બૈદ્યનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી ત્યાર બાદ દેવગઢની મુલાકાત લીધી હતી અને અહી ઈફ્કો નેનો યુરિયા પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. સંબોધન દરમિયાન કહ્યું હતું કે નેનો યુરિયાનો પ્લાન શરૂ થતાં યુરીયા ખાતર બનાવવા માટે દેશ આત્મનિર્ભર બનશે. સાથે કહ્યું કે સરકાર દ્વારા બજેટમાં સહકારિતા ક્ષેત્ર માટે અનેક યોજના જાહેર કરવામાં આવી છે જેમાં સહકારી સમિતિયોને પંદર ટકાથી ઓછા કોર્પોરેટ કર સાથે લાભ મળશે.