જમ્મુના ગુલમર્ગમાં ૧૦ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યોજાનારી ૯ ગેમ્સમાં દેશભરમાંથી ૧ હજાર ૫૦૦ એથલિટ્સ ભાગ લેશે.
જમ્મુના રાજભવનમાં વિન્ટર ગેમ્સની ત્રીજી આવૃત્તિના માસ્કોટ, થીમ સોન્ગ અને જર્સી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યમમમાં કેન્દ્રિય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને જમ્મુ – કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા બાદ આ ત્રીજી વખત રમતોત્સવનું આયોજન કરાયું છે.