અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત ક્રિકેટ સટ્ટાનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની આ તપાસ અને ઉપલબ્ધીથી જે સટ્ટાનો હિસાબ મળી આવ્યો છે તે રાજકોટનાં કુલ બજેટની નજીકનો છે. રાજકોટ અને ઊંઝામાંથી બે બુકીઓના ખુલ્યા નામ સામે આવ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચને તપાસ બાદ ગુજરાતનાં ૨ બુકી ટોમી પટેલ અને રાકેશ રાજદેવે એક સિઝનમાં કુલે ૧૪૦૦ કરોડનો સટ્ટો રમ્યાનાં પુરાવાઓ મળી આવ્યાં છે.
માહિતી અનુસાર બંને આરોપીઓ દુબઈમાં રહે છે. ક્રાઈમ બ્રાન્ચને બુકીઓનાં ડમી નામથી દુબઈની બેન્કોમાં પૈસા ટ્રાન્સફર કરાયા હોવાનાં પુરાવાઓ મળી આવ્યાં છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની સામે લૂકઆઉટ સર્ક્યુલર નોટિસ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
રાજકોટથી આરોપી રાકેશ રાજદેવ અને ઊંઝાથી આરોપી ટોમી પટેલના નામનો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર પોલીસને આરોપીઓનાં ૧૪૦૦ કરોડનાં સટ્ટાનાં પુરાવાઓ એટલે કે હિસાબો મળી આવ્યાં છે જેમાં દુબઈમાં ડમી નામની બેન્ક ડિટેલ્સ પણ મળી આવી છે.
બંને આરોપીઓ મોબાઈલ એપ્લિકેશનની મદદથી એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમતાં હતાં જેમાં સટોડિયાને કેટલોક ચોક્કસ ક્રેડિટ આપવામાં આવતો હોય છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ કરી જાહેર