અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ભારતીય સેનાએ ફેરફાર કર્યો છે. જેમાં ઉમેદવારોએ પ્રથમ તબક્કામાં કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે અને પરીક્ષામાં ૨૫ % માર્કસ મેળવનારાઓને જ બીજા તબક્કામાં શારીરિક અને તબીબી પરીક્ષણો માટે બેસવાની મંજૂરી આપવામાં આવશે. બદલાયેલી પદ્ધતિમાં પસંદગી દરમિયાન જ્ઞાનાત્મક પાસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. તેની સમગ્ર દેશમાં વ્યાપક પહોંચ હશે, અને ભરતી પ્રક્રિયા દરમિયાન જોવા મળતી ભારે ભીડને ઘટાડીને તેને વધુ વ્યવસ્થિત અને સંચાલનમાં સરળ બનાવાશે. વર્ષ ૨૦૨૩ – ૨૪ ની ભરતી માટે ફેબ્રુઆરી ૨૦૨૩ ના મધ્યમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન ખુલશે.
સેના દ્વારા વિવિધ અખબારોમાં કાર્યવાહીમાં ફેરફાર અંગે જાહેરાતો આપવામાં આવી છે. અગ્નવીર ભરતી પ્રક્રિયા માટે, ઉમેદવારોએ સૌપ્રથમ શારીરિક તંદુરસ્તી કસોટીમાંથી પસાર થવું પડતું હતું, ત્યારબાદ તબીબી તપાસ અને ઓનલાઈન પ્રવેશ પરીક્ષા આપવાના નિયમો હતા, જે અંતિમ તબક્કો હતો. પરંતુ, હવે ઓનલાઈન પરીક્ષા પ્રથમ તબક્કો છે.