ગુજરાતમાં ઠંડીએ ખમૈયા કરતાં હવે ગરમીનો પારો ઊંચકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર પૂર્ણ થતા રાજ્યમાં ઠંડી ઘટી હોવાની વચ્ચે હવે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. મહત્વનું છે કે, ઉત્તર પૂર્વીય પવનોના કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના ૧૫ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રીને પાર પહોંચ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા ૨ દિવસમાં નલિયામાં પારો ૯ ડીગ્રી ઉંચકાયો છે.
ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીમાં વધારો થયો છે. આગાહી મુજબ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. ઠંડીમાં ઘટાડા સાથે ગરમીમાં વધારો થશે. મહત્વનું છે કે, આ બધાની વચ્ચે ફેબ્રુઆરીના મધ્યમાં સિઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ પણ આવશે. આ તરફ હવે રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો છે.
- નલિયાનું તાપમાન ૧૬.૩ ડીગ્રી તાપમાન નોંધાયું
- અમદાવાદ શહેરનું તાપમાન ૧૩.૩ ડીગ્રી નોંધાયું
- ગાંધીનગરનું તાપમાન ૧૧.૪ ડીગ્રી નોંધાયું
- વડોદરા શહેરનું તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું
- રાજકોટ શહેરનું તાપમાન ૧૭.૬ ડીગ્રી નોંધાયું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી થોડા દિવસ ગુજરાતમાં સરેરાશ લધુત્તમ તાપમાન ૩ ડિગ્રી જેટલું વધતાં ઠંડીમાં ઘટાડો થશે. આગામી ત્રણ દિવસથી ગરમીમાં સાધારણ વધારો થવાની સંભાવના છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, આ વખતે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી આસપાસ પહોંચશે. ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનામાં હવામાનમાં ભારે પલટાની શક્યતા જોવાઈ રહી છે.