ટીવી જોવાનું થશે મોંઘુ! ડિટીએચ રિચાર્જની કિંમતો ટૂંક સમયમાં વધશે

મોંઘવારી ની આવી કપરી સ્થિતિમાં મોંઘવારીનો વધુ એક ડામ શહન કરવાનો વારો આવે તો નવાઈ નહિ! કારણ કે દેશમાં આગામી દિવસોમાં ટીવી જોવાનું મોંઘુ થવા જઈ રહ્યું છે. કેમકે ડિટીએચ બીલની કિંમત વધશે. અને જેની સિધી અસર ડિટીએચ જોનારા ગ્રાહકોના ખિસ્સા પર પડશે.

ટીવી જોવાનું થોડા જ સમયમાં મોંઘુ થશે. મહત્વનું છે કે એક સાથે વધારો જો કરવામાં આવશે તો ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો તેમજ તે પરેશાન પણ થઈ શકે છે તેથી ડિટીએચમાં કરવામાં આવતો ભાવ વધારો તબક્કાવાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકના બિલમાં રૂપિયા ૨૫ થી રૂપિયા ૫૦ નો વધારો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *