હવે Whatsapp દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો, ભારતીય રેલવેએ નવી સેવા શરૂ કરી

રેલવે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ભોજનનો ઓર્ડર આપવા માટે WhatsApp સેવા શરૂ કરવામાં આવી

ભારતીય રેલવેના PSU, IRCTCએ રેલવે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ભોજનનો ઓર્ડર આપવા માટે WhatsApp સેવા શરૂ કરી છે. ગ્રાહક માટે ઇન્ટરેક્ટિવ ટુ વે કમ્યુનિકેશન પ્લેટફોર્મ બનવા માટે WhatsApp નંબર +૯૧-૮૭૫૦૦૦૧૩૨૩ રજૂ કરાયો છે. AI પાવર ચેટબોટ મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓના તમામ પ્રશ્નોને હેન્ડલ કરવા અને તેમના માટે ભોજન બુક કરવા માટે WhatsApp સેવા રજૂ કરાઈ છે. ગ્રાહક પ્રતિસાદ અને સૂચનોના આધારે કંપની અન્ય ટ્રેનોમાં પણ તેનો અમલ કરાશે. ભારતીય રેલવેના PSU, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) એ ખાસ વિકસિત વેબસાઇટ www.catering.irctc.co.in તેમજ તેની ઇ-કેટરિંગ એપ્લિકેશન ફૂડ ઓન ટ્રેક દ્વારા ઇ-કેટરિંગ સેવાઓ શરૂ કરી છે. તેની ઈ-કેટરિંગ સેવાઓને વધુ ગ્રાહક-કેન્દ્રીત બનાવવાની દિશામાં એક નવું પગલુ ભર્યું છે. શરૂઆતમાં વોટ્સએપ કોમ્યુનિકેશન દ્વારા ઈ-કેટરિંગ સેવાઓના બે તબક્કાના અમલીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં, બિઝનેસ વોટ્સએપ નંબર www.ecatering.irctc.co.in લિંક પર ક્લિક કરીને ઈ-કેટરિંગ સેવાઓ પસંદ કરવા માટે ઈ-ટિકિટ બુક કરાવનાર ગ્રાહકને સંદેશ મોકલશે. આ વિકલ્પ સાથે, ગ્રાહકોએ એપ ડાઉનલોડ કરવાની જરૂર વગર સીધા જ IRCTCની ઈ-કેટરિંગ વેબસાઈટ દ્વારા સ્ટેશનો પર ઉપલબ્ધ તેમની પસંદગીની રેસ્ટોરાંમાંથી તેમની પસંદગીનું ભોજન બુક કરી શકશે

સેવાઓના આગળના તબક્કામાં, WhatsApp નંબર ગ્રાહક માટે એક ઇન્ટરેક્ટિવ ટુ વે કોમ્યુનિકેશન પ્લેટફોર્મ બનવા માટે સક્ષમ કરવામાં આવશે, જેમાં AI પાવર ચેટબોટ મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓની તમામ ક્વેરીનું સંચાલન કરશે અને તેમના માટે ભોજનનું બુકિંગ પણ કરશે. પસંદ કરેલી ટ્રેનો અને મુસાફરો પર ઈ-કેટરિંગ સેવાઓ માટે WhatsApp કમ્યુનિકેશન લાગુ કરવામાં આવ્યું છે. IRCTCની વેબસાઈટ તેમજ એપ દ્વારા સક્ષમ ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ગ્રાહકોને એક દિવસમાં અંદાજે ૫૦,૦૦૦ ભોજન પીરસવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *