JEE મેઈન્સના પરિણામને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, તેનું પરિણામ જાહેર થયું છે. એન્જીનીયરીંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે JEEની પરીક્ષા લેવામાં આવતી હોય છે. ૧૦૦ % સાથે અમદાવાદના ૨ વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
JEEની પરીક્ષામાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ ૧૦૦ % સાથે ઉત્તીર્ણ થયા છે, જેમાં કૌશલ વિજયવર્ગીયએ ૧૦૦ % માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. જ્યારે અમદાવાદના હર્ષલ સુથારએ પણ ૧૦૦ % મેળવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પરીક્ષા જાન્યુઆરીમાં લેવાઈ હતી અને જેમાં દેશના ૯ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી અને જો ગુજરતની વાત કરવામાં આવે તો ૮૦ હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ગર્વની બાબત છે કે, કૌશલ વિજયવર્ગીય અને હર્ષલ સુથારે સૌ ટકા માર્ક્સ સાથે બાજી મારી છે.
JEE Mainનું પરિણામ જાહેર થયું છે તમને જણાવી દઈએ કે JEE મુખ્ય પરીક્ષાનો પરિણામ સત્તાવાર વેબસાઇટ્સ – jeemain.nta.nic.in અને ntaresults.nic.in પર જોઈ શકાશે.