ભારતીય મૂળના અપ્સરા અય્યરની હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ પદે પસંદગી

લૉ રિવ્યુના ૧૩૬ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીય મૂળની મહિલાને આ પદ સોપવામાં આવ્યું છે. હાર્વર્ડ લૉ સ્કુલમાં સેકન્ડ યરની ભારતીય – અમેરિકી વિદ્યાર્થિની અપ્સરા અય્યરને પ્રતિષ્ઠિત હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યુ છે. હાર્વર્ડ લૉ સ્કુલના અંતર્ગત સંચાલિત થનારી લૉ રિવ્યુ એક એવી સંસ્થા છે, જે કાયદા ક્ષેત્રમાં પ્રકાશિત થનારા જનકલના લેખોની સમીક્ષા અને પસંદગીનું કામ કરે છે. આની સ્થાપના વર્ષ ૧૮૮૭ માં થઈ હતી. ‘ધ હાર્વર્ડ ક્રિમસન’ એ પોતાના એક રિપોર્ટમાં કહ્યુ છે કે અપ્સરા અય્યરને હાર્વર્ડ લૉ રિવ્યુના ૧૩૭ મા અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા.

હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા મુદ્દે અપ્સરા અય્યરે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે લૉ રિવ્યુ અધ્યક્ષ તરીકે તેમનો હેતુ લેખોની સમીક્ષા અને પસંદગીની પ્રક્રિયામાં વધુ સંપાદકોને સામેલ કરવા અને ઉચ્ચ ગુણવત્તા વાળા કાર્ય માટે પ્રકાશનની પ્રતિષ્ઠાને જાળવી રાખવાનો છે. અપ્સરા અય્યર પહેલા આ પદ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રુથ બેડર જિન્સબર્ગ અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *