તૂર્કી અને સિરીયામાં આવેલા વિનાશક ભૂંકપમાં પ્રભાવિત લોકો માટે ભારત મદદ માટે આગળ આવ્યું

ભારત દ્વારા અત્યાર સુધીમાં તૂર્કી માટે ચાર અને સિરીયામાં એક વિમાન સાધન સામગ્રી સાથે મોકલવામાં આવ્યું છે

તૂર્કી અને સિરીયામાં આવેલા વિનાશક ભૂંકપમાં પ્રભાવિત લોકો માટે ભારત મદદ માટે આગળ આવ્યું છે. ભારત દ્વારા અત્યાર સુધીમાં તૂર્કી માટે ચાર અને સિરીયામાં એક વિમાન સાધન સામગ્રી સાથે મોકલવામાં આવ્યું છે.

વજન ૧૦૮ ટનથી વધુ છે. એનડીઆરએફની બચાવ ટુકડી પણ મોકલાઈ છે. માણસોની શોધ માટે વિશેષ સાધનો પણ સામેલ છે. સાધનોમાં વીજ સાધનો, એર લિફટીંગ બેગ, એન્ગલ કટરનો સમાવેશ થાય છે.  ભારતે સ્વાસ્થ્ય માટે તૂર્કીમાં ૩૦ ડિસ્પરીવાળી હોસ્પિટલ સ્થાપિત કરી છે. જેમાં ૯૯ કર્મચારી સામેલ છે. ચિકિત્સા સાધનોમાં એક્સ રે મશીન, વેન્ટીલેટર, ઓપરેશન થીયેટર, એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ સામેલ છે.

ભારતે સી – 13, સી – ૧૧૩ જે વિમાન થકી સીરિયાને પણ માનવીય સહાયતા મોકલી છે. આ સહાયતામાં ૬ ટન સાધન સામગ્રી સામેલ  છે. જેમાં ત્રણ ટ્રક સામાન્ય અને માનવીય મદદના સાધનોનો સમાવેશ થાય છે. ઈમર્જન્સી ઉપયોગ માટે દવાઓ અને સાધનો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *