હોમ લોન સહિતની લોન બનશે મોંઘી
ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાકીય નીતિની સમીક્ષા કરી હતી. જેમાં રેપો રેટમાં ૦.૨૫ % નો વધારો કરવામાં આવ્યો છે એટલે કે રેપોરેટ હવે ૬.૨૫ થી વધીને ૬.૫૦ % કરવામાં આવ્યો છે. રેપોરેટમાં વધારાના કારણે હોમલોન સહિતની વિવિધ લોન મોંઘી થઈ શકે છે.
મે ૨૦૨૨ થી અત્યાર સુધીમાં રેપો રેટમાં કુલ ૨.૫૦ % વધારો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ હતુ કે ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂતી યથાવત છે. દરેક ક્ષેત્રમાં વ્યાપક વિકાસ અને વૃદ્ધિ થઈ રહી છે. ભારતમાં વાહનોના ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ માં મોંઘવારીનો દર ૪ % થી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ માં રિયલ GDP ગ્રોથ ૬.૪ % રહેવાની સંભાવના છે.