તુર્કી-સીરિયામાં તબાહી વચ્ચે ફિલિસ્તીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ફિલિસ્તીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૪.૮ માપવામાં આવી હતી

ફિલિસ્તીનમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ફિલિસ્તીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૪.૮ માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલિસ્તીનમાં ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી ૧૩ કિમી ઉત્તરમાં ૧૦ કિમી ઊંડે હતું. ભૂકંપના આંચકા બાદ લોકો ડરના માર્યા રસ્તાઓ પર આવી ગયા હતા. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

જ્યારે તુર્કી-સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી છે. સોમવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં બંને દેશોમાં ૮૦૦૦ લોકોના મોત થયા છે અને બંને દેશોમાં ભૂકંપથી ૬૦૦૦થી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.

બંને દેશોમાં ૮૦૦૦ લોકોના મોત

 

તુર્કીમાં 5,894 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ૩૪,૮૧૦ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ સીરિયામાં ૨૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. તુર્કીમાં આવેલા ભૂકંપથી લગભગ ૬૦૦૦ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. જ્યારે સીરિયામાં ૪૦૦ ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી જ્યારે ૧૨૨૦ થી વધુ ઈમારતોને નુકસાન થયું છે.

WHOએ તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી 

WHOએ તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે. WHOએ તુર્કી અને સીરિયામાં ૨૦ હજારથી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે બંને દેશોના ૨૩ મિલિયન લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *