મેઘાલય વિધાનસભાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી છે.ચકાસણીમાં ૩૬ મહિલા સહિત કુલ ૩૭૫ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ આવતીકાલે હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર આવતીકાલે સાંજે સ્પષ્ટ થશે.
મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ચૂંટણી પંચે ખાસ સંગીત કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે નાગાલેન્ડ વિધાનસભાની ૬૦ બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી આગામી ૨૭ મી ફેબ્રુઆરીએ યોજાવાની છે.