નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશમાં ૨૫ જેટલા સ્થળોએ નશા મુક્ત કેન્દ્રોનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ૨૫ કેન્દ્રો પૈકી એક કેન્દ્ર મહેસાણામાં જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત થયું છે. મહેસાણા જિલ્લા કલેકટર એમ. નાગરાજન અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. મહેશ કાપડિયાએ આ કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના માનસિક રોગ નિષ્ણાત ડૉ. અનિમેષ પટેલે જણાવ્યું હતું કે, આ સેન્ટરને કારણે વધુ દર્દીઓ સેવાનો લાભ મેળવી શકશે. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, મુખ્ય આરોગ્ય અધિકારી સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.