સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SSLV-D2 આજે શ્રી હરિકોટા ખાતેથી પોતાની ઉડાણ ભરશે

જેનો હેતુ EOS – ૦૭, Janus – ૧ અને Azaadi SAT – ૨ ઉપગ્રહોને તેની ૧૫ મિનિટની ઉડાન દરમિયાન ૪૫૦ કિલો મીટરની ગોળાકાર ભ્રમણકક્ષામાં દાખલ કરવાનો છે

સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SSLV) મિની, માઇક્રો અથવા નેનો સેટેલાઇટ ( ૧૦ થી ૫૦૦ કિગ્રા વજન ) ૫૦૦ કિમી કોપ્લાનર ઓર્બિટમાં લોન્ચ કરવામાં સક્ષમ છે. SSLV તે ત્રણ તબક્કાનું વાહન છે, જેમાં તમામ સોલિડ પ્રોપલ્શન સ્ટેજ અને લિક્વિડ પ્રોપલ્શન આધારિત વેલોસિટી ટ્રિમિંગ મોડ્યુલ (VTM) ટર્મિનલ સ્ટેજ તરીકે છે. SSLV ISROની ડિઝાઈન ડ્રાઈવર ઓછી કિંમતે, ટૂંકા ટર્ન-અરાઉન્ડ સમય, બહુવિધ ઉપગ્રહોને સમાવવા માટે સુગમતા, માંગ પર લોન્ચ થવાની શક્યતા, ન્યૂનતમ પ્રક્ષેપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતોને પૂરી કરે છે. આ મિશનના ઉદ્દેશોમાં નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં SSLVની ડિઝાઇન કરેલ પેલોડ ક્ષમતાનું પ્રદર્શન કરવાનું અને EOS – ૦૭ ઉપગ્રહો અને બે પેસેન્જર ઉપગ્રહ Janus – ૧ અને AzaadiSAT – ૨ ૪૫૦ કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *