પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના ઉદ્દઘાટનની સાથે મુંબઈમાં વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી
દેશના અર્થતંત્રમાં ૮ % યોગદાન દેનારા ઉત્તરપ્રદેશ રાજ્યમાં આજથી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ સમિટનું ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ ઉભરતા નવા ઉત્તરપ્રદેશના MSME સેક્ટર, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ , મેક ઇન ઇન્ડિયા, બી ટ્વેન્ટી અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી પ્રદર્શનીમાં ભાગ લેશે. રાજ્યએ વર્ષ ૨૦૨૭ સુધી પોતાના અર્થતંત્રને વન ટ્રિલિયન ડૉલરના સ્તર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. તેના કારણે રાજ્યને રોકાણની જરૂર છે. જોકે, ગયા ઈન્વેસ્ટર્સ સમિટમાં રાજ્યને ૫ લાખ કરોડ રૂપિયા સુધીના રોકાણના કરાર મળ્યા હતા. ત્યારે આ વખતે આશા છે કે, આ આંકડો અનેક ગણો વધી શકે છે. રાજ્ય આઈટીઆઈ ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં આગામી પાંચ વર્ષોમાં ૪૦ હજાર કરોડ રૂપિયાના રોકાણનું લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે,જેના કારણે ૪ લાખ લોકોને નોકરી મળશે. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈ ખાતે મુંબઈ-સોલાપુર, મુંબઈ-સાંઈનગર શિરડી વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી આપશે અને આ ઉપરાંત સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ અને કુરાર અંડરપાસ પણ શહેરને સમર્પિત કરશે.