સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક DCPને લખ્યો પત્ર

સુરતમાં વરછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભારે વાહનોને લઈ ટ્રાફિક DCP ને પત્ર લખ્યો છે. તેમણે સુરતમાં ભારે વાહનોને કારણે થતી પરેશાનીને લઇને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે લેટરમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક સમસ્યાને લઈ લેટર સામે આવ્યો છે, તમને જણાવી દઈએ કે, શહેરમાં ગંદકીનો પ્રશ્ન હોય કે, પછી ગેરકાયદે બાંધકામની વાત હોય વિવિધ મુદ્દે ધારાસભ્ય કાનાણી વિવિધ વિભાગના વહીવટી તંત્રને તેમની કામગીરીને યાદ અપાવી જ દેતા હોય છે તેમણે વધું એકવાર પત્ર લખ્યો છે આ વખતે તેમણે ટ્રાફિક DCP ને પત્ર લખ્યો છ જેમાં તેમણે લખ્યું કે,  પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં આવે છે. તેમણે પત્રમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો હોવાની પણ વાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *