ગુણવત્તા જાળવણી અંગેની ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળની દેશની પ્રણાલીને વિશ્વમાં પાંચમું સ્થાન મળ્યું છે.
ગુણવત્તા અંગેના વૈશ્વિક માળખાકીય સૂચકાંકના આધારે વિશ્વની ૧૮૪ અર્થવ્યવસ્થામાં આ અંગે પરીક્ષણ કરવામાં આવે છે. તે ગુણવત્તા મૂલ્યાંકન સંસ્થાઓની યોગ્યતા અને વિશ્વસનીયતા સ્થાપિત કરવામાં મદદ કરે છે અને પરીક્ષણ અને નિરીક્ષણ બાદ પ્રમાણિત કરે છે.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન જક્ષય શાહે જણાવ્યું કે સરકાર ગુણવત્તા અને વિશ્વસનીયતાના પાયા પર મેઈડ ઈન ઈન્ડિયાને વૈશ્વિક સ્તરે વિશ્વસનીય બ્રાન્ડ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આ અમૃત કાળમાં ગુણવત્તા સાથેના નવા અભિગમ એ નૂતન ભારતની નિશાની છે. આજે નવીદિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં, ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન વિભાગના સંયુક્ત સચિવે જણાવ્યું કે, ભારત માન્યતા પ્રાપ્ત પ્રણાલીઓમાં ટોચના સ્થાને પહોંચવા માટે પ્રયત્નશીલ છે.