ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ (IND vs AUS) ૧૩૨ રને જીતી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરમાં રમવામાં આવતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસેના પહેલા સત્રમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ ૪૦૦ રનમાં સમેટાઈ ગયો છે. સામે ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવના સ્કોર સામે ભારતે ૨૨૩ રનની લીડ લઈને મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી હતી.
ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં બોલિંગ શરૂ કરી કે કાંગારુ ટીમે દમ તોડી દીધો. .બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મોટી જીત મેળવી છે. નાગપુરમાં રમાયેલી આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર ત્રણ દિવસમાં ઇનિંગ્સ અને ૧૩૨ રને હરાવ્યું હતું. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી સામે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હતી. ટીમ ઈન્ડિયા હવે ૪ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧ – ૦ થી આગળ છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર ૧૭૭ રન જ બનાવી શકી હતી તેની સામે ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં ૪૦૦ રન બનાવ્યા અને ૨૨૩ રનની જંગી લીડ મેળવી લીધી. આજના દિવસે બીજી ઇનિંગમાં કાંગારૂ ટીમ માત્ર ૯૧ રન બનાવી ટીમ ઈન્ડિયા તેને ઓલ્આઉટ કરી દીધી હતી. બીજી ઇનિંગમાં અશ્વિને ૫ વિકેટ, જાડેજાએ ૨ વિકેટ, શમ્મીએ ૨ વિકેટ અને અક્ષર પટેલે ૧ વિકેટ લીધી હતી.