દીવમાં નિવૃત ચિત્ર શિક્ષકની “પદ્મશ્રી એવોર્ડ” માટે પસંદગી થતા દીવવાસીઓએ ખુશી વ્યક્ત કરી છે.
ચિત્રકળાને જીવન સમપિત કરનાર પ્રેમજીત બારિયાને ગુજરાત, રાજસ્થાન તેમજ અનેક સહિત અનેક રાજ્યોમાં માન-સન્માન મળ્યા છે. ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરાતા પ્રશાસક પ્રફુલ પટેલ અને દીવ કલેકટરે તેમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રેમજીત બીરિયાને ૨૦૦૬ માં પણ તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે બેસ્ટ ટીચરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિવૃત્તિ પછી પ્રેમજીતભાઈ દીવ બાલભવન બોર્ડમાં સેવા આપી રહ્યાં છે.