પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજસ્થાન અને કર્ણાટકની બે દિવસીય મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજસ્થાન અને કર્ણાટકની બે દિવસીય મુલાકાતે જશે.

૧ર મી ફેબ્રુઆરીએ તેઓ દૌસા ખાતે ૧૮ હજાર ૧૦૦ કરોડ રૂપીયાથી વધુના માર્ગ વિકાસ પ્રોજેકટ દેશને સમર્પિત કરશે. નરેન્દ્ર મોદી દિલ્હી મુંબઇ એકસપ્રેસ-વેનો દિલ્હી દૌસા લાલસોટ સેકશન રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી પાંચ હજાર ૯૪૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર ર૪૭ કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેકટનો પણ શિલાન્યાસ કરશે.

બીજા દિવસે પ્રધાનમંત્રીશ્રી બેંગલુરુના ઐલાહંકાના એરફોર્સ સ્ટેશન ખાતે એસો ઇન્ડિયા ર૦ર૩ ની ૧૪મી આવૃતિનું ઉદઘાટન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *