ચીને વિકાસ મોડલમાં વ્યાપક સુધારણા કરવાની જરૂરિયાત છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે નિવેદન આપ્યું છે કે, ચીને વિકાસ મોડલમાં વ્યાપક સુધારણા કરવાની જરૂરિયાત છે. IMFએ જણાવ્યું છે કે, ચીનનો વૃદ્ધિ દર ઘટી રહ્યો છે અને વધુ સમય સુધી આ વૃદ્ધિ દર ઓછો રહેવાની સંભાવના છે. IMFએ આ એક જ સપ્તાહમાં ચીનને બીજી વાર સાવચેત કર્યું છે. સરકારી કંપનીઓની ઓછી ઉત્પાદકતા અને રિઅલ એસ્ટેટ ક્ષેત્રે ઓછો વૃદ્ધિ દર હોવા છતાં ચીન અતિશય નિર્ભર રહે છે, જેના કારણે ચીનનું રોકાણ આધારિત વિકાસ મોડલ લાભકારી રહ્યું નથી.
વર્ષ ૨૦૦૫ – ૦૬ માં ચીનનો વૃદ્ધિ દર ૧૦ % હતો, જે વર્ષ ૨૦૨૧ માં ઘટીને ૪.૭ % થઈ ગયો છે. આગામી પાંચ વર્ષોમાં આ વૃદ્ધિ દર લગભગ ૪ % રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. IMFએ અનુમાન લગાવ્યું છે કે, વર્ષ ૨૦૨૮ થી ૨૦૩૭ સુધીમાં ચીનનો સરેરાશ વૃદ્ધિ દર ૩ % થઈ જશે. સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ચીન બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. યુવા કારીગરોનો અભાવ અને ઉત્પાદકતામાં ઘટાડાને કારણે ચીનનો વૃદ્ધિ દર ઓથો થયો છે.