હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હાલ દેશમાં જોવા મળી રહી છે. જેના કારણે ઝડપથી ફૂંકાતા પવનની દિશા બદલાઈને દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ થઈ જશે. આમ પવનની દિશા બદલાતા મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ તેમજ રાજસ્થાનમાં તાપમાનનો પારો નીચો જઇ શકે છે. જ્યારે દિલ્હીમાં આગામી દિવસોમા પવન ફૂંકવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.
IMDના જણાવ્યા પ્રમાણે દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાલમાં અસર દેખાઈ રહી છે ત્યાર બાદ પવનની દિશામાં પલ્ટો જોવા મળશે જે બાદ પવનની દિશા પણ બદલાશે. શિયાળાની સીઝનમાં હાલ દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ પવનની દિશા જવાની વકી હોવાથી આગામી દિવસોમાં તાપમાનનો પારો સડસડાટ. જેની અસરને પગલે અનેક રાજ્યમાં શીત લહેર જોવા મળશે.
દેશમાં હાલમાં બે આકડામાં તાપમાન નોંધાઈ રહ્યુ છે.જેથી લોકોએ ઠંડીમાંથી રાહત અનુભવી છે તેવામાં હવે ફરી એક વખત હવામાન વિભાગની આગાહીને પગલે પારો એકવાર સિંગલ આંકડમાં જોવા મળી શકે છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ઠંડી લાંબો સમય ચાલશે નહીં એટલે કે ૧૪/૦૨/૨૦૨૩ પછી દિન પ્રતિદિન તાપમાનમાં વધારો થતો જોવા મળશે.
ગુજરાતમાં ફરી વધશે ઠંડી
ગુજરાત રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો સાથે અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એક આગાહી કરી છે કે રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાતમાં ફરી ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યમાં ઠંડી વધી શકે છે. આજથી ફરી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ દરિયાકાંઠા વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતાઓ છે. દરિયાકાંઠા વિસ્તારમાં ૪૦ થી ૬૦ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. તેમને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.