ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ હિપકિન્સે આજે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી.
ન્યુઝીલેન્ડના ઉત્તરી પ્રદેશ, નોર્થલેન્ડમાં આવી રહેલા ભયાનક વાવાઝોડા ગેબીએલને ધ્યાનમાં રાખીને સાત દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ હિપકિન્સે આજે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી. તેમણે સમગ્ર ઓકલેન્ડમાં શકય હોય ત્યાં સુધી પ્રવાસ કરવાનું, ઘરની બહાર નીકળવાનું ટાળવા અનુરોધ કર્યો હતો. તેમણે શકય હોય તો ઘરેથી કામ કરવા અપીલ કરી હતી. દેશની વિમાની સેવા એરન્યુઝીલેન્ડે તેની કેટલીયે વિમાની ખેપ રદ કરી છે. ન્યુઝીલેન્ડના હવામાન વિભાગે તોફાની પવન સાથે ૨૦ થી ૪૦ સેન્ટીમીટર જેટલો અતિભારે વરસાદ થવાની આગાહી સાથે રેડ વેધર વોર્નીંગ આપી છે. ગેબ્રીએલ ગઇરાત્રે ઓસ્ટ્રેલિયાના નોરફોક ટાપુ પર ત્રાટકયું હતું