દેશભરના ૭,૨૦૦ થી વધુ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન
CBSEના ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે. આ વર્ષે લગભગ ૩૮ લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. દેશભરના ૭,૨૦૦ થી વધુ પરીક્ષા કેન્દ્રો અને વિશ્વભરના ૨૬ દેશોના પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન થયું છે. ધોરણ ૧૦ ની પરીક્ષા ૧૬ દિવસ સુધી ચાલશે. ૭૬ વિષયોની પરીક્ષા લેવાશે. ૨૧ માર્ચે પરીક્ષા પુરી થશે.
ધોરણ ૧૨ માટે ૧૧૫ વિષયની પરીક્ષા ૩૬ દિવસ સુધી ચાલતી રહેશે અને પાંચ એપ્રિલે તે પરીક્ષા પુરી થશે. મોબાઇલ અને અન્ય ઇલેકટ્રોનિક ઉપકરણો સાથે પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની અનુમતી નથી.