ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવતીકાલે રાજકોટમાં સવારે નવ વાગે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કાલાવાડ રોડ ખાતે મ્યુનિસિપલ કક્ષાની યોગ સ્પર્ધા યોજવામાં આવી છે.
રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લાના સ્પર્ધકો ભાગ લેશે. વિજેતા થનાર સ્પર્ધકોને બપોરે ઈનામ વિતરણ સમારંભ યોજવામાં આવશે. મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી પામેલ પ્રથમને ૨૧ હજાર, બીજા ક્રમે હોય એને ૧૫ હજાર અને તૃતીય ક્રમે ૧૧ હજાર રોકડ પુરસ્કાર તથા ચંદ્રક, સર્ટીફીકેટ અને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવશે. યોગ સ્પર્ધાના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. પ્રદીપભાઈ ડવ, મુખ્ય મહેમાન તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા રહેશે. આ યોગ સ્પર્ધામાં પસંદગી પામે તેમાંથી ૩ ભાઇઓ અને ૩ બહેનો રાજ્યકક્ષાએ ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ૯ વર્ષથી ૮૫ વર્ષ સુધીના યોગ સાધકો ભાગ લઇ શકે છે.