અમદાવાદના ઉપમહાનિર્દેશક અને પ્રાદેશિક વડાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી વર્કશોપ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO), ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ભારત સરકારની પેટા-પ્રાદેશિક કચેરી, રાજકોટ દ્વારા એસ કે ભાણાવત, પ્રાદેશિક કચેરી, અમદાવાદના ઉપમહાનિર્દેશક અને પ્રાદેશિક વડાના સક્ષમ માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી રાજકોટમાં ૨૪ મી ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ વર્કશોપ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ ભારતીય સત્તાવાર આંકડાકીય પ્રણાલીના વિવિધ પાસાઓ વિશે યુવાઓને પ્રબુદ્ધ કરવાનો અને એનએસઓ (NSO) દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ સર્વેક્ષણો વિશે જાગૃતિ લાવવાનો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના સેમિનાર હોલમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ભાગ લે તેવી શક્યતા છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. ગિરીશ ભિમાણી દ્વારા કરવામાં આવશે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (FOD), પ્રાદેશિક કચેરી, અમદાવાદના ઉપનિર્દેશક જે એસ હોનરાવ આ પ્રસંગે સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં ડૉ. કિશોર આટકોટીયા, વિભાગના વડા, આંકડાશાસ્ત્ર વિભાગ, ડૉ. નવીન આર શાહ, વિભાગના વડા, અર્થશાસ્ત્ર વિભાગ અને ડૉ. ખ્યાતિ મહેતા, વિભાગના વડા (સ્ટેટિસ્ટિક્સ), કોટક સાયન્સ કોલેજ, રાજકોટ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ટી.આઈ.ત્રિવેદી, વરિષ્ઠ આંકડાકીય અધિકારી અને ઉપ-પ્રાદેશિક કચેરી, રાજકોટના ઈન્ચાર્જ અને એનએસઓના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ક્વિઝનું સંચાલન વરિષ્ઠ આંકડાકીય અધિકારીઓ જીમિત પંડ્યા અને અક્ષત યાજ્ઞિક દ્વારા કરવામાં આવશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સહભાગિતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને ક્વિઝના વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે.