ઉત્તર અમેરિકાના ૨૯ રાજયોમાં બરફવર્ષાનો કહેર યથાવત છે, જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ૯ લાખથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, તો રોડ રસ્તા પર બરફની સફેદ ચાદર છવાઈ છે.
ખરાબ હવામાનના લીધે ૨,૦૦૦ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જયારે ૧૫,૦૦૦ થી વધુ ફ્લાઈટ્સના સમયમાં વિલંબ જોવા મળ્યો. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર અમેરિકાના ઘણા વિસ્તારોમાં ૧૮ ઇંચ જેટલી હિમવર્ષા થઈ શકે છે, તેમજ પવનની ગતિ વધીને ૫૦ માઇલ પ્રતિ કલાકની થઇ શકે છે. બરફવર્ષાના કારણે અમેરિકાના કેટલાક રાજયમાં એલર્ટ આપવામાં આવ્યું છે. શાળા, ઓફિસો અને ચર્ચ બંધ કરવાની ફરજ પડી છે.