- પ્રધાનમંત્રી મોદીનો કર્ણાટક પ્રવાસ
- ૩૬૦૦ કરોડથી વધુની પરિયોજનાનું કરશે ભૂમિપૂજન અને લોકાર્પણ
- કિસાન સન્માન નિધિનો ૧૩ મો હપ્તો કરશે જમા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે રહેશે. પ્રધાનમંત્રી શિવમોગા વિમાની મથકનું ઉદઘાટન અને નિરીક્ષણ કરવા ઉપરાંત શિવમોગા ખાતેથી વિવિધ વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વિમાન મથક રૂપિયા ૪૫૦ કરોડ રૂપિયાને ખર્ચે ઊભું થયું છે.
તેઓ પીએમ કિસાન યોજનાનો ૧૩ મા હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. યોજનાના ૮ કરોડથી વધુ લાભાર્થીને રૂપિયા ૧૬,૦૦૦ કરોડ જારી કરશે. પ્રધાનમંત્રી મોદી શિવમોગા ખાતે બે રેલવે પરિયોજનાનો શિલાન્યાસ કરવાના છે. શિવમોગામાં અનેક સડક ઉભી કરવા માટેના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. તેઓ જળ જીવન મિશન હેઠળ રૂપિયા ૯૫૦ કરોડના ખર્ચે આકાર પામનારી અનેક યોજનાનો પણ શિલાન્યાસ કરશે. જેના થકી ૩૧૫ ગામોની ૮.૮ લાખની વસતીને લાભ મળશે. શિવમોગા ખાતે પ્રધાનમંત્રી ૪૪ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે. તેઓ પુનઃ વિકસાવવામાં આવેલું બેલગાવી રેલવે સ્ટેશન ભવન રાષ્ટ્રને અર્પણ કરશે.