દિલ્હી દારુ કૌભાંડમાં સિસોદીયાની ફરતે ફસાયો કાનૂની ગાળિયો

દિલ્હી દારુ કૌભાંડમાં ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદીયાની ફરતે ફસાયો કાનૂની ગાળિયો વધારે ફસાયો છે. ગઈ કાલે ધરપકડ બાદ આજે સીબીઆઈએ તેમને વર્ચ્યુઅલી દિલ્હીની સીબીઆઈની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યાં હતા જજ નાગપાલ સમક્ષ તેમના રિમાન્ડની માગ કરી હતી. સીબીઆઈની અરજી માન્ય રાખીને કોર્ટે સિસોદીયાને ૪ માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા.

ગઈકાલની ૮ કલાકની પૂછપરછમાં સીબીઆઈને દારુ કૌભાંડમાં સવાલોના સંતોષકારક જવાબ ન મળી શક્યાં હોવાથી મનીષ સિસોદીયાના રિમાન્ડની માગ કરાઈ હતી જેને કોર્ટે સ્વીકારી લીધી હતી.

દારૂ કૌભાંડ મામલે સીબીઆઈએ રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરીને તેમને આખી રાતે દિલ્હી સ્થિત સીબીઆઈ મુખ્યાલયમાં રાખ્યાં હતા.  સીબીઆઇએ આ કેસમાં એક અમલદારનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ કેસમાં તેણે કહ્યું છે કે તે ( મનીષ સિસોદિયા ) આબકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલીક સૂચનાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *