ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યની શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગે બિલ લવાશે. આજે એટલે કે ૨૮ મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લવાશે. મહત્વનું છે કે, ગાંધીનગરમાં આજે વિધાનસભાની ૨ બેઠકો મળશે. જેમાં પહેલી બેઠક સવારે ૧૦ થી ૦૨:૩૦ વાગ્યા સુધી અને બીજી બેઠક બપોરે ૦૩:૩૦ વાગ્યાથી શરૂ થશે. નોંધનીય છે કે, બીજી બેઠક પ્રશ્નોતરી કાળથી શરૂ થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે પ્રથમ દિવસ છે.
ગુજરાત વિધાનસભા સત્રના ૨૫ દિવસમાં ૨૭ બેઠકો યોજાશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વિધાનસભાની ૨ બેઠકો મળશે. જેમાં પ્રથમ બેઠક સવારે ૧૦ થી ૦૨:૩૦ વાગ્યા દરમિયાન ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબતે વિધેયક રજૂ થશે. આ સાથે બીજી બેઠક બપોરે ૦૩:૩૦ વાગ્યાથી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. આ દરમિયાન આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગના પ્રશ્નો સહિતના પ્રશ્નો પર ચર્ચા થશે.
ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબતે વિધેયકમાં દંડની જોગવાઈ
- એક મહિના અથવા પ્રથમ વખતે ઉલ્લંઘન થાય તો રૂ.૫૦ હજાર નો દંડ
- બીજીવાર ઉલ્લંઘન થાય તો રૂ. ૧ લાખ નો દંડ
- એક જ મહિના મા ત્રીજી વાર ઉલ્લંઘન થાય તો રૂ. ૨ લાખનો દંડ
- એક વર્ષ સુધી નિયમોનું ઉલ્લંઘન થાય તો શાળાનું જોડાણ રદ્દ કરાશે
- શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોર ગૃહમાં ગુજરાતી ભાષા સંદર્ભે બિલ રજૂ કરશે
આજે વિધાનસભામાં બીજી બેઠક બપોરે ૦૩:૩૦ વાગ્યાથી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. આ દરમિયાન આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગના પ્રશ્નો, તબીબી શિક્ષણ, તાંત્રિક શિક્ષણના પ્રશ્નો, વૈધાનિક અને સંસદીય, પ્રવાસનના પ્રશ્નો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન પર્યાવરણના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે ક્લાઈમેટ ચેંજ પર બીજી બેઠકમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો પ્રથમ દિવસ છે.