કોવિડ પછી હાર્ટ એટેક, ડાયાબિટીસ, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે

હાલમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. યુવાનોને જિમમાં કસરત કરતા હોય ત્યારે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં હાર્ટ એટેકના ખતરાને કોરોના સાથે જોડવામાં આવી રહ્યું છે. WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને મંગળવારે કહ્યું કે તે સ્પષ્ટ છે કે કોવિડ પછી હાર્ટ એટેક, ડાયાબિટીસ, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે કોવિડ બાદ હાર્ટ એટેકનો ખતરો વેક્સીન લીધા બાદના મુકાબલે ૪ થી ૫ ગણો વધારે છે. કોરોના સંક્રમણ હાર્ટ એટેક માટે મુખ્ય કારણ છે. એ વાતની આશંકા ઓછી છે કે વાયર એવી રીતે બદલાશે કે તે રસી દ્વારા બનેલી ઈમ્યૂનિટીને ખતમ કરી શકે, પંરતુ સતત દેખરેખ રાખવી મહત્વપૂર્ણ છે.

નેશનલ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટ નવી દિલ્હીના વિઝિટિંગ કન્સલટન્ટ ડૉ વિક્રમ કેશરી મોહંતીએ હાલમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે કોવિડ – ૧૯ કોઈપણ સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે. મુખ્ય રીતે ફેફસા અને હાર્ટ પર તેનો પ્રભાવ પડે છે. તેમણે કહ્યું કે વાયરલ સંક્રમણ હૃદય   પર સોજા કરી સ્નાયુને અસર કરી શકે છે અને આ રીતે અંગોને નુકસાન પહોંચાડે છે. જેને માયોકાર્ડિટિસ તરીકે ઓળખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *