હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી આ વિમાન ખરીદવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય વાયુસેના માટે ૬,૮૨૮.૩૬ કરોડ રૂપિયાના ખર્ચથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HL) પાસેથી ૭૦ HTT – ૪૦ બેઝિક ટ્રેનર વિમાન ખરીદવાને મંજૂરી આપી છે. ૬ વર્ષમાં આ વિમાન પૂરા પાડવામાં આવશે. HTT – ૪૦ એક ટર્બો પ્રોપ વિમાન છે અને ઓછી ગતિએ યોગ્ય તાલીમ આપવા માટે આ વિમાન ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ વિમાન સંપૂર્ણપણે એરોબેટિક છે અને પાછળ એક સીટવાળા ટર્બો ટ્રેનરમાં વાતાનુકૂલિત કોકપિટ, આધુનિક એવિયોનિક્સ, ગરમ રી-ફ્યૂલિંગ, રનિંગ ચેંજ ઓવર અને શૂન્ય-શૂન્ય ઈજેક્શન સીટ છે. આ વિમાન નવા પાયલટને તાલીમ આપવા માટે ભારતીય વાયુસેનાના ટ્રેનર વિમાનની કમીને પૂર્ણ કરશે. ખરીદીમાં સિમ્યુલેટર સહિત સંબંધિત ઉપકરણ અને તાલીમ સહાયક શામેલ થશે. એક સ્વદેશી ઉપાય હોવાને પરિણામે, ભવિષ્યમાં ભારતીય સશસ્ત્ર બળોની જરૂરિયાત શામેલ કરવા માટે વિમાનને અપગ્રેડ કરવામાં આવી શકે છે.
HTT – ૪૦ માં લગભગ ૫૬ % સ્વદેશી સામગ્રી છે, જે મુખ્ય સાધન અને સબ-પ્રણાલીના સ્વદેશીકરણના માધ્યમથી ૬૦ % સુધી વધી શકે છે. HL પોતાની આપૂર્તિ શ્રૃંખલામાં MSME ના ૩,૦૦૦ લોકોને એપ્રત્યક્ષ રોજગાર મળવાની સંભાવના છે. HTT – ૪૦ ના અધિગ્રહણથી ભારતીય એરોસ્પેસ રક્ષા ઈકોસિસ્ટમ પ્રોત્સાહિત થશે અને ‘આત્મનિર્ભર ભારત’ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે.