હોળી પ્રગટાવ્યા બાદ ૦૭:૩૦ કલાકે આરતી કરવામાં આવશે.
હોળી ફાગણ સુદ પુર્ણિમાના દિવસે પ્રગટાવવામાં આવે છે. આ વર્ષે કેલેન્ડરમાં તિથી ક્ષતી થતા બે પુનમ એટલે કે, તારીખ ૦૬/૦૩/૨૦૨૩ અને ૦૭/૦૩/૨૦૨૩ છે. ફાગણ સુદ પુર્ણિમા ૦૭ માર્ચે તારીખે બપોરે પૂર્ણ થઈ જાય છે. હોવાથી હોળિકા દહન સંધ્યાકાળે કરવામાં આવતું હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગળ સુદ પુર્ણિમાના આગલા દિવસે ૦૬ માર્ચે સાંજનાં ૦૭:૦૦ કલાકે પ્રગટાવવામાં આવશે.
અંબાજી મંદિર માં ૦૬:૩૦ કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ ૦૭:૩૦ કલાકે કરવામાં આવશે. અંબાજી મંદિર પુનમની આરતી ૭ માર્ચે સવારે ૦૬:૦૦ કલાકે કરવામાં આવશે આમ, આ વખતે અંબાજી આવતા યાત્રીકોને બે પુનમની આરતીનો લાભ મળશે.