સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન માટે ફંડ આપવા બદલ સજા કરવામાં આવી.
બેલારુસની કોર્ટે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસ બિયાલિઆત્સ્કીને શુક્રવારે ૧૦ વર્ષ જેલની સજા ફટકારી છે. સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન માટે ફંડ આપવા બદલ અન્ય ત્રણ વ્યક્તિને પણ સજા કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૦ માં પ્રદર્શનો બાદ સરકારે તેઓની ધરપકડ કરી હતી. એલેક્ઝાંડર લુકાશેન્કો વર્ષ ૧૯૯૪ થી રાષ્ટ્રપતિ છે, તેમના પર આરોપો છે કે, ગેરકાયદેસર માધ્યમો દ્વારા વિપક્ષને નબળા બનાવીને વારંવાર સત્તામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૨ માં એલેસ બિયાલિઆત્સ્કીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બેલારુસ સરકારે તેમના વિરોધને દબાવવા માટે અનેક વર્ષો સુધી કોશિશ કરી હતી. આ અગાઉ પણ એલેસ બિયાલિઆત્સ્કીને જેલની સજા ફટકારવામાં આવી હતી.
એલેસ બિયાલિઆત્સ્કી કોણ છે?
વર્ષ ૧૯૮૦ ના દાયકામાં એલેસ બિયાલિઆત્સ્કી લોકતાંત્રિક આંદોલન શરૂ કરનાર વ્યક્તિઓમાંથી એક છે. વર્ષ ૧૯૯૬ માં તેમણે વાયસના સંગઠનની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯૯૬ માં વિયાસના તેમણે વાયસના સંગઠનની સ્થાપના કરી હતી. તેમણે તેમનું સમગ્ર જીવન રાજનૈતિક કેદીઓ સામે થતા અત્યાચાર, લોકતંત્રની સ્થાપના અને શાંતિપૂર્ણ વિકાસ માટે સમર્પિત કરી દીધું છે. અનેક વર્ષો બાદ વિયાસનાનો માનવ અધિકાર સંગઠન તરીકે વિકાસ થયો.