આજે પહેલી બેઠકમાં પ્રોટેમ સ્પીકર ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે
મેઘાલય વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોની આજે શિલોંગમાં બેઠક યોજાશે. આ માટે વિધાનસભાનું વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ૫૯ ધારાસભ્યો વાળી વિધાનસભાની આજે પહેલી બેઠકમાં પ્રોટેમ સ્પીકર ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. તો વિધાનસભા સચિવે જણાવ્યું કે, વિધાનસભાની બીજી બેઠક ૯ માર્ચે ફરી બોલાવવામાં આવશે. જેમાં અધ્યક્ષની ચૂંટણી યોજાશે. તો કોનરાડ સંઘમાની NPP ગઠબંધનને બે મોટી ક્ષેત્રિય પાર્ટીઓનું સમર્થન મળ્યું છે. UDP અને PDFએ NPPને સમર્થન જાહેર કર્યું છે. જેના કારણે NPPને હવે રાજ્યમાં ૫૯ ધારાસભ્યોની વિધાનસભામાં ૪૫ ધારાસભ્યોનું સમર્થન મળી ગયું છે. ૨ બેઠક જીતનારા ભાજપે પહેલા જ NPP ને સમર્થન જાહેર કર્યું હતું.