શેર બજારમાં અઠવાડિયાનો પ્રથમ ટ્રેડ તેજી સાથે બંધ થયો છે. સોમવારે સેંસેક્સ ૪૧૫.૪૯ અંકોના ઊછાળા સાથે ૬૦,૨૨૪.૪૬ અંકોનાં લેવલ પર બંધ થયો છે. આ દરમિયાન નિફ્ટીમાં ૧૧૭.૧૦ અંક ઊછળીને ૧૭,૭૧૧.૪૫ અંકોનાં લેવલ પર બંધ થયું.
રોકાણકારોને થયો ફાયદો
શેર બજારનાં આંકડાઓ અનુસાર છેલ્લાં ૨ દિવસોનાં ટ્રેડ સેશનમાં દલાલ સ્ટ્રીટનાં રોકાણકારોની સંપત્તિમાં ૬ લાખ કરોડનો ફાયદો થયો છે. આ દરમિયાન સેંસેક્સ લગભગ ૧૬૦૦ અંકો સુધી ઊછળ્યો છે અને ફરી એકવાર ૬૦ હજારનાં આંકડાોને પાર કરી ગયો છે.