માર્ચ મહિનામાં જાણે કે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય તેમ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી માવઠું થઇ રહ્યું છે. આવામાં આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણને લઇને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરાઈ છે. રાજ્યમાં હજુ ૨૪ કલાક સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.