ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા

બોટમાંથી પાંચ ઈરાની નાગરિકો સહિત ૪૨૫ કરોડની કિંમતનું ૬૧ કિલો ડ્રગ્સ ડ્રગ્સ મળી આવ્યુ

રાજ્યમાં અવારનવાર નશીલા પદાર્થો પકડાતા હોય છે. તેવી જ એક ઘટના પોરબંદરમાં ભારતીય જળસીમા જોવા મળી છે. ભારતીય જળસીમામાંથી ઈરાની બોટને 61 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. બાતમીના આધારે ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ATS અને કોસ્ટગાર્ડે ૪૨૫ કરોડના ડ્રગ્સ સાથે ૫ ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે. તેમજ ભારતીય જળસીમામાંથી બોટ કબજે કરી છે. ઈરાની બોટ અને તેમાથી ઝડપાયેલા પાંચ ઈરાની ક્રુ મેમ્બરની વધુ તપાસ માટે  ઓખા લઈ જવાયા છે. ગુજરાતને અડીને આવેલ ભારતીય જળસીમામાંથી, છેલ્લા અઢાર મહિનામાં, ICG અને ATS સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આઠ વિદેશી જહાજોને ઝડપી લીધા હતા અને ૨૩૫૫.૦૦ કરોડની કિંમતના ૪૦૭ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો. બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. યુવતી સહિત વડોદરાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૧૬.૧૨૦ ગ્રામ MD ડ્રગ્સ સાથે ૧૧.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં આરોપી ફિરદોશ મન્સૂરી અને આશિષ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપી આવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *