IND vs AUS મેચને લઇ અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ

૯ મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચને લઈને અમદાવાદ શહેરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચને લઈને સ્ટેડિયમ બહાર બંને દેશના ટીશર્ટનું વેચાણ પણ થઈ રહ્યું છે. આ સાથે વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ટીશર્ટનું પણ વેચાણ વધારે થઈ રહ્યું છે.

PM મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ૯ માર્ચે મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે. જેને લઇને અમદાવાદ પોલીસે ખાસ બંદોબસ્તની તૈયારી કરી લીધી છે. PM મોદી આજથી ૨ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે છે. આજે રાતે ૦૯:૦૦ વાગ્યે PM મોદી અમદાવાદ આવશે. PM મોદી રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. ત્યાર બાદ આવતીકાલે સવારે ૦૮:૦૦ વાગ્યે રાજભવનથી જવા રવાના થશે. આવતીકાલે સવારે ૦૮:૩૦ એ PM મોદી નમો સ્ટેડિયમ પહોંચશે. જ્યાં PM મોદી બોર્ડ ગાવસ્કર ટેસ્ટ મેચની શરૂઆત કરાવશે. અહીં તેઓ ઓસ્ટ્રેલિયાના PM સાથે ટેસ્ટ મેચ નિહાળશે. સવારે ૧૦:૦૦ વાગ્યે નમો સ્ટેડિયમથી મોદી રાજભવન જવા રવાના થશે. રાજભવન ખાતે ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૦૨:૩૦ વાગ્યાનો સમય રિઝર્વ રહેશે. ત્યાર બાદ આવતીકાલે સાંજના ૦૫:૦૦ વાગ્યે PM મોદી દિલ્હી જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *