અમદાવાદમાં ધુળેટીની ધામધુમથી ઉજવણી

અમદાવાદીઓ કોઇ પણ તહેવારોની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે અને જ્યારે તહેવારોની વચ્ચે પડતર દિવસ આવે ત્યારે સોનામાં સુગંધ ભળે તેવું થઇ જાય છે. પડતર દિવસને પણ તહેવારમાં બદલી નાખે તેવા અમદાવાદીઓ ગઈકાલે ધૂળેટીની ઉજવણી કર્યા બાદ આજે પણ ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. હોળીના બીજા દિવસે ધુળેટી હોય તેવું માનનારા વર્ગે ગઈકાલે રંગોત્સવ મનાવ્યો પણ ખરેખર ધુળેટી આજે હોવાથી મોટાભાગના લોકો ધુળેટીનો તહેવાર હાલ માનવી રહ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદમાં વિવિધ થીમ પર કાર્યક્રમો યોજાયા તો ૧૫૦ જેટલી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં  ધુળેટીને લઈને સેલિબ્રેશનનો માહોલ છે. અમદાવાદીઓ હાલ પુર જોશમાં ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. આજે અમદાવાદમાં ધુળેટીનો માહોલ જામ્યો છે. આ સાથે શહેરના ક્લબ અને પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. આજે SP રિંગ રોડ પર આવેલા બેબીલોન ક્લબમાં ધુળેટીનો માહોલ જામ્યો છે. જેમાં અમદાવાદીઓ રેઇન ડાન્સની મોજ માણતા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં ધૂળેટીના તહેવારને લઈ ક્લબ, પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં ઉજવણી કરાઇ રહી છે. અમદાવાદના શેલામાં પણ સોસાયટીમાં ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે આકાસા સોસાયટીમાં DJના તાલે રહીશો ઝુમ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *