રંગોત્સવ અવસરે ચરોતરના ૩૦ થી વધુ ગામોના ૩૦૦ જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી હતી
ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરી મંડપ પાછળ આવેલ વિશાળ પટાંગણમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત રામપુરા મંદિરના કોઠારી પી .પી.સ્વામી એ રંગોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું. મહારાજ તથા સંતો દ્વારા આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી રંગોત્સવ નો પ્રારંભ કર્યો હતો અને હરિભક્તોને મોટી પિચકારીઓ વડે કેસુડાના જળથી ભીંજવ્યા હતા. આ અવસરે ચરોતરના ૩૦ થી વધુ ગામોના ૩૦૦ જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી હતી. તેમજ નૌતમ સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા.