ગુરૂવારે સેન્સેકેસ ઘટાડા સાથે બંધ થયો હતો. જેમાં બીએસસી સેન્સેક્સ ૬૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯,૧૩૫ની સપાટી પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ૧૭૬ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭,૪૧૨ ની સપાટી પર બંધ થયો હતો. વૈશ્વિક શેરબજારમાં નબળાઈના કારણે શરૂઆતી કારોબારના એક કલાકમાં સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ સુધી ગગડ્યો હતો.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં સવારતી ઘટાડો જોવા મળ્યો હતો અને ઘટાડા સાથે બજાર બંધ થયુ હતુ. શેર બજારની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સમાં ૬૫૧ અંકનો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટીમાં ૧૭૬ અંકના ઘટાડા સાથે ૧૭,૪૧૨ની સપાટી પર બંઘ થઈ હતી. પાછલા બે દિવસમાં શેરબજારમાં સરેરાશ ૧૪૦૦ અંકનો ઘટાડો થયો છે. વૈશ્વિક શેરબજારમાં નબળાઈના કારણે શરૂઆતી કારોબારના એક કલાકમાં સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ સુધી ગગડ્યો હતો. નીફ્ટીના ૫૦ પૈકી ૪૬ શેરમાં ઘટાડો થયો હતો. આઈટી અને મેટલ શેર્સમાં વેચવાલી જોવા મળી.
ગઈકાલે અમેરિકામાં ફેડ વ્યાજ દરોમાં વધારો કરતું હોવા છતા રોજગારીનાં આંકડા મજબૂત આવ્યા છે. અમેરિકામાં ફેબ્રુઆરી માસમાં રોજગારીના આંકડા વધીને ૨ લાખ ૮૨ હજાર આવતા વૈશ્વિક શેરબજારોમાં ફેડ વ્યાજદરમાં મોટો વધારો કરે એવી ભીતી સેવાઈ રહી છે. ભારતીય શેરબજાર પણ આજે ઘટાળા સાથે બંધ રહ્યાં છે.
સેન્સેક્સ ૫૪૧ આંકના ઘટાડા સાથે ૫૯ હજાર ૮૦૬ પર બંધ રહ્યો છે. અને નિફ્ટી ૧૬૪ આંકના ઘટાડા સાથે ૧૭ હજાર ૫૮૯ પર બંધ રહ્યો છે. આજે ઓટો, રીયલ્ટી, PSU બેંક અને IT સેક્ટરમાં ભારે ઘટાળો જોવા મળ્યો હતો. શેરની વાત કરીએ તો મન્નપુરમ ફાઈનાન્સ, SBI કાર્ડ, ડેલ્ટા કોર્પ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સ, ગુજરાત ગેસ અને લાર્સનનાં શેરમાં નવી લેવાલી નીકળતા વધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, RBL બેંક, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, અપોલો ટાયર્સ, TVS મોટર્સ, ગેઈલ અને GNFCનાં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે બંધ રહ્યાં હતા. કોમોડીટીની વાત કરીએ તો બ્રેંટ ક્રુડ ઓઈલ ૮૩ ડોલર નીચે સરકી ગયું છે.