તાજેતરમાં રાજ્યમાં બટેટાની સિઝન ચાલી રહી છે.
આપણું રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાં બટેટાના સારા ઉત્પાદનથી ભાવ નીચે આવ્યાં છે, જેના પગલે રાજ્ય સરકારે બટેટાના ઉત્પાદક ખેડૂતો માટે ૨૭૪ કરોડની સહાયની જાહેરાત કરી છે.
જે ખેડૂતોને કોલ્ડસ્ટોરેજ અને રેલ માર્ગે ટ્રાન્સપોર્ટ તેમજ વિદેશમાં નિકાસ કરવામાં થતા ખર્ચમાં સહાયરૂપ થવામાં ઉપયોગી નિવડશે. આ જાહેરાતના પગલે બટેટાના ઉત્પાદક ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે.