દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદીયાના વધુ ૭ દિવસના રિમાન્ડ મંજૂર

દિલ્હીના ડી.સીએમ મનીષ સિસોદિયાની ગઈકાલે ઈડી એ દારૂ કૌભાંડનાં મામલે ધરપકડ કરી હતી. હાલમાં ઈડી એ રિમાંડની માગ પર રાઉઝ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન ઈડી એ ૧૦ દિવસની રિમાન્ડ માગી હતી. ઈડી નાં વકીલે કહ્યું કે દિલ્હીની દારૂ નીતિમાં હોલસેલરને ફાયદો પહોંચાજી ગેરકાનૂની કમાણી કરવાની વ્યવસ્થા બનાવવામાં આવી. તો સિસોદિયાનાં વકીલે આ વાતનો વિરોધ કર્યો હતો. કોર્ટે સીબીઆઈ નાં મામલા અંગે ૨૦ માર્ચનાં સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે એટલે કે મનીષ સિસોદિયા ૧૦ દિવસ સુધી સીબીઆઈ ની રિમાન્ડ પર રહેશે.

ઈડી એ કોર્ટ પાસે આજે સિસોદિયાની ૧૦ દિવસની રિમાન્ડની માગ કરી હતી. હવે કોર્ટે સિસોદિયાને ૭ દિવસની ઈડી ની રિમાન્ડ પર મોકલ્યું. હવે ૧૭ માર્ચ સુધી ઈડી ની રિમાન્ડ પર સિસોદિયા રહેશે. એટલું જ નહીં, સિસોદિયા CBIની રિમાન્ડ પર આવનારી સુનાવણી સુધી રહેશે. જમાનત માટેની સુનાવણી ૨૧ માર્ચનાં થવાની છે. તેથી મનીષ સિસોદિયા ૧૦ દિવસ સુધી જેલમાં રહેશે.

ઈડીએ કોર્ટને જણાવ્યું કે હોલસેલ બિઝનેસ કેટલાક નજીકી લોકોને આપવામાં આવ્યો છે. હોલસેલરને ૧૨ %નો પ્રોફિટ માર્જિન આપવામાં આવ્યો જે એક્સપર્ટ કમિટીનાં સૂચનથી અલગ હતું. જજએ સવાલ કર્યો કે પ્રોફિટ માર્જિન કેટલું હોવું જોઈએ ત્યારે ઈડી નાં વકીલે જણાવ્યું કે તે ૬ % હોવું જોઈએ. અમારી પાસે એ વાતની સામગ્રી ઉપલબ્ધ છે આરોપી સિસોદિયાનાં કહેવા પર આવું કરવામાં આવ્યું છે. તેથી સિસોદિયાની રિમાન્ડ આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *