પ્રદેશ અનુ.જાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે બેઠક યોજાઇ

આજે પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડીયાની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં આ બેઠકમાં નવનિયુક્તિ બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું અને ઉપસ્થિત સૌ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવ્યુ હતુ કે આજરોજ પ્રદેશ અનુ.જાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડીયાની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે બેઠક યોજાઇ. આ બેઠકમાં નવનિયુક્તિ બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું અને ઉપસ્થિત સૌ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે આવનાર દિવસોમાં ૧૪ એપ્રિલથી ૦૫ મે સુધી ડૉ.બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસથી લઈ બુદ્ધ પુર્ણિમા સુધી સામાજિક કાર્યક્રમો કરી ઉજવણી કરવી તેમજ ગુજરાત સરકારના વિવિધ સેવાકીય કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને હાંકલ કરી હતી. દેશના લોકપ્રિય વડાપધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમનો ૧૦૦ મો એપિસોડ અનુ.જાતિના વિસ્તારોમાં પ્રજા સાથે રહીને નિહાળવા ગૌતમભાઈએ આહ્વાન કર્યું હતું.  રત્નાકરજીએ જણાવ્યુ હતું કે, અનુ.જાતિના યુવાનો સાથે સંપર્ક અને સંવાદ કેવી રીતે વધે તે માટે વધુમાં તેમણે સોશિયલ મીડિયા પર ભાર મૂકવા અપીલ કરી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મહામંત્રી અને ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટૂંડિયાજી, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી સુરેશભાઈ કેરો, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, અનુ.જાતિ મોરચાના માજી પ્રમુખ અને કોડીનારના ધારાસભ્ય ડૉ.પ્રધ્યુમનભાઈ વાઝા, જીલ્લા તેમજ મહાનગરના પ્રમુખો, પ્રદેશ પદાધિકારીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો સહિત અનુ.જાતિ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *