ભારતમાં ઈંફ્લુએન્ઝા વાયરસનો ફેલાવો

ભારતમાં ઈંફ્લુએન્ઝા H3N2નાં કારણે પહેલાં જ ૨ લોકોનાં મોત નોંધાયા છે. આ બંને કેસો હરિયાણા અને કર્ણાટકમાં સામે આવ્યાં છે. કર્ણાટકનાં દર્દીને તાવ, ગળાંમાં ઈન્ફેક્શન, ઉધરસ જેવા ગંભીર લક્ષણો દેખાઈ રહ્યાં હતાં. આ જાણકારી હેલ્થ ડિપાર્ટમેન્ટે શુક્રવારે જાહેર કરી હતી. એટલું જ નહીં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરસનાં લીધે દેશમાં ૬ લોકોનું મોત થયું છે.

દેશમાં અત્યાર સુધી ૬ લોકોનું આ વાયરસનાં લીધે મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ૨ મોતની પુષ્ટિ કરવામાં આવી છે. માહિતી અનુસાર સરકારે આ વાયરસથી કર્ણાટક અને હરિયાણામાં એક-એક મોતની પુષ્ટિ કરેલ છે અને બાકીનાં ૪ લોકોનાં મૃત્યુનું કારણ જણાવવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

કર્ણાટકમાં ૮૨ વર્ષનાં હાસન જિલ્લાનાં અલૂર તાલુકામાં રહેનારાં દર્દીને ૨૪ ફેબ્રુઆરીનાં રોજ હાસન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. આ દર્દીનું ૧ માર્ચનાં રોજ મોત થયું.

દેશમાં આ ગંભીર વાયરસની સ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. હવે નીતિ આયોગે શનિવારે આ મુદા પર ચર્ચા કરવા માટે ખાસ બેઠકનું આયોજન કરેલ છે.  આ મીટિંગમાં રાજ્યોમાં આ વાયરસની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તમામ રાજ્યોની સ્થિતિ અંગે વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યને જો કેન્દ્ર તરફથી સહાયતાની આવશ્યકતા છે તો એ અનુસાર પગલાંઓ ભરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *