સ્ટેટ જીએસટી વિભાગના અમદાવાદમાં દરોડા

સ્ટેટ જીએસટી વિભાગે અમદાવાદમા દરોડા પાડ્યા છે. ત્રણ બનાવટી પેઢી ઉભી કરી ૧,૪૦૦ કરોડના બિલો બનાવ્યાનો ખુલાસો સામે આવ્યો છે. આરોપીએ ત્રણ બોગસ પેઢીઓ બનાવી હતી. જેમાં ૪૧  કરોડની ખોટી વેરા શાખ મેળવી હોવનું પણ ખુલ્યું છે.

અમદાવાદમાં સ્ટેટ GST વિભાગનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સ્ટેટ જીએસટી વિભાગે રાકેશ ચોક્સીની ધરપકડ કરી છે. વાંધાજનક હિસાબી સાહિત્ય, ડિજીટલ ડિવાઈસિઝ સિક્યોરીટી કેબિનેટમા છૂપાવી હતી. મેટ્રોપોલિટન કોર્ટે ૧૭ માર્ચ સુધી કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની મંજૂરી આપી છે.

જાન્યુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતમાં GST વિભાગે સપાટો બોલાવ્યો હતો. જીએસટી વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતની ૪૫ પેઢીઓ પર આકસ્મિક રેડ કરવામાં આવી હતી. જેમાં ઊંઝાની બોગસ પેઢીમાં ૬૭.૫૧ લાખની કરચોરી પકડાઈ હતી. લોકોના ડોક્યુમેન્ટથી જીએસટી નંબર મેળવી જીરૂની બોગસ પેઢી ઉભી કરી રૂ.૧૨.૫૧ કરોડનું ટર્ન ઓવર દર્શાવી રૂ.૬૭.૫૧ લાખની આઈટીસી પાસઓન કરાઈ હોવાનું જણાઈ આવતા જીએસટી વિભાગે કરચોરી કરનારને નોટીસ આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *